Wednesday, 27 December 2017

દિવ્ય ભાસ્કરની કોલમ - તારીખ 24/12/2017ની પાકિસ્તાન ડાયરી

દિવ્ય ભાસ્કર અખબારમાં દર રવિવારે પાકિસ્તાન ડાયરી નામની કટાર આવેછે જેને ઝાયીદા હીના નામની લેખિકા લખે છે.

તારીખ 24/12/2017ની કટારમાં ક્વેટામાં ચર્ચમાં જે બૉમ્બ બ્લાસ્ટ થયો હતો એના વિશે લખાણ હતું, જેમાં એક વાક્ય લખ્યું હતું જે ખુબજ તકલીફ દાયક હતું એ વાક્ય છે "આ લોકો ખુબજ શાંતિથી અમારા દેશમાં રહે છે." આ વાક્ય ખ્રિસ્તી લોકો માટે લખ્યું છે.

ખ્રિસ્તી, શીખ, હિન્દૂ, પારસી કે અન્ય કોમો પાકિસ્તાન આઝાદ થયું એ પહેલાથી ત્યાંના નાગરિકો છે અને ત્યાંના મૂળ રહેવાસી છે.

આ બતાવે છે કે પાકિસ્તાનમાં બહુમતી ત્યાંની  લઘુમતીને પાકિસ્તાનમાં બહારથી આવેલા વણનોતર્યા મહેમાનજ માને છે. આજની તારીખમાં પણ આ લોકો ભલે પાકિસ્તાનને પોતાનો દેશ માનતા હોય પણ ત્યાંના લોકો લઘુમતીને પાકિસ્તાનના નથી માનતા

No comments:

Post a Comment