દિનાંક: 30/10/2019
પ્રતિ,
ભારતીય જનતા પક્ષ
દમણ અને દીવ પ્રદેશ
દમણ
વિષય : રિબન ડેવલપમેન્ટના ડ્રાફ્ટ નોટિફિકેશનથી ફાઇનલ નોટિફિકેશનના માપમાં વધારો
ભાજપના સર્વે કર્તાધર્તાઓ (બની બેઠેલા માલિકો),
દમણ અને દીવની જનતાએ આપ સૌને છેલ્લા 10થી વધારે વર્ષોથી જે પ્રેમ આપ્યો છે તેનાથી તમને અપચો થયો હોય એવું ઘણા સમયથી લાગણી થતી હતી પણ હવે તો સાબિતી પણ મળી છે.
એક વર્ષ પહેલા ડ્રાફ્ટ રિબન ડેવલપમેન્ટ જાહેર થયો હતો, જેમાં આ ડ્રાફ્ટ માટે જરૂરી સુઝાવ અને વાંધા મંગાવવામાં આવ્યા હતા. ઘણા લોકોએ સુઝાવ અને વાંધા આપ્યા હતા, જેમાંનો એક હું પણ હતો અને મારા જેવા ઘણાએ વિરોધ નોંધાવ્યો હતો.
દમણ અને દીવનું ક્ષેત્રફળ ને ભૌગોલિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને આ ડ્રાફ્ટ નોટિફિકેશનનો સામુહિક વિરોધ કરવામાં આવ્યો હતો.
આ બાબતમાં ભાજપ તરફથી કોઈ મદદ મળી નથી, જે પણ વિરોધ કરવામાં આવ્યો હતો એ દરેકે પોતાની રીતે કર્યો હતી.
તારીખ 22/10/2019એ જે આખરી નોટિફિકેશન બહાર પડ્યું તેમાં ડ્રાફ્ટ નોટિફિકેશનથી માપમાં વધારો કરવામાં આવ્યો છે, જે નીચે આપેલ કોઠા પરથી સ્પષ્ટ થાય છે:
ઉપર આપેલ કોઠા પરથી સ્પષ્ટ થાય છે કે ડ્રાફ્ટ નોટિફિકેશન કરતા ફાઇનલ નોટિફિકેશનમાં માપ વધારવામાં આવ્યા છે તથા ઘણી બધી બાબતોજે ડ્રાફ્ટ નોટિફિકેશનમાં નહતી તેવી ઉમેરવામાં આવી છે તથા પહેલાં કરતા વધારે ગૂંચવાળું બનાવવામાં આવ્યું છે.
આ નોટિફિકેશન પ્રજા સાથે ધોખો છે, છળકપટ છે. આ નોટિફિકેશનથી લોકોને શું ફાયદો થશે તે હજુ સુધી કોઈને બતાવવામાં નથી આવ્યું
હવે, આ બાબતમાં ભાજપ પાસેથી લોકો શું આશા રાખી શકે?
ભાજપની સરકાર દેશમાં સત્તા પર છે, તેવીજ રીતે દમણ અને દીવમાં લોકોએ સ્થાનિક પ્રસાશનિક સંસ્થાઓમાં સત્તા સ્થાને બેસાડ્યા છે, પણ લોકોને શું મળ્યું?
શું દમણ - દીવ ભાજપમાં ફક્ત તાળી પાડવા વાળાજ ભર્યા છે? છેલ્લા ચાર વર્ષમાં કોઈ પ્રજાલક્ષી કાર્ય ભાજપ તરફથી શરૂઆત કરી હોય તો જાહેર કરવા વિનંતી છે. હવે દમણ - દીવ ભાજપની આદત બની છે, લોકો સાથે વિશ્વાસઘાત કરવામાં માહેર બની છે, હવે કોઈ લોકહિતનું પણ કાર્ય કરશે કે પછી સત્તાના મદમાં લોક અહિતનું કાર્ય ચાલુ રાખશે અને દમણ - દીવના લોકોને હેરાન કરવાનું ચાલુ રાખશે?
દમણ - દીવનું ભલું કરવું હોય તો આ નોટિફિકેશન રદ્દ કરવામાં લોકોની શું મદદ કરી શકે છે? દમણ દીવની લોક લાગણી છે કે આ નોટિફિકેશન રદ્દ થાય અને એ રદ્દ થાય તે જોવાની જવાબદારી સત્તા પક્ષ તરીકે ભાજપની છે.
No comments:
Post a Comment