Monday 4 May 2020

દમણ મ્યુનિસિપલ કાઉન્સિલ અને ઘરવેરા માટે ચર્ચા


દમણ મ્યુનિસિપલ ખાતે 23/03/2020 ના રોજે એક મિટિંગ રાખવાનું નક્કી કરવામાં આવી હતી પણ લોકડાઉનના કારણે એ મિટિંગ મળી ન હતી.

હવે બે વખત લોકડાઉન લંબાવવામાં આવ્યું છે પછી શું આ મિટિંગ બોલાવવામાં આવશે કે પછી નગરસેવકોને લોકોનું કોઈ કામ કરવામાં રસ જ નથી?

સમગ્ર મ્યુનિસિપાલિટી વિસ્તારને સ્પર્શ કરતી ઘટના છે પણ નગરસેવોનું વર્તન જોતા એવું લાગી રહ્યું છે કે લોકો એમના માટે ફક્ત મતદાર છે જેમણે દર 5 વર્ષે ચીકણી-ચોપડી વાત કરી મૂર્ખ બનાવી ચૂંટણી જીતવી અને પછી શું નાગરિકોને ભૂલી પોતાના માટે નોટો છાપવી?

માર્ચ મહિનામાં આકરણી યાદી બહાર પડી હતી પણ હજુ સુધી એક પણ નગરસેવકે જાહેરમાં આવીને કોઈ પણ જાતના વિચારો જાહેર કર્યા નથી. શું આકરણી પર નહિ બોલવાથી આ આકરણી રદબાતલ થઇ જશે?

નગરસેવકોને વિનંતી છે કે એ લોકો જાહેરમાં આવે અને કયા સંજોગોમાં આ વેરો વધારો કરવાની ફરજ પડી હતી કે કોઈએ એમને દમણ વિરોધી કાર્ય કરવા માટે ફરજ પાડી હતી? જો નગરસેવકો જાહેરમાં આવે અને સત્ય બોલે તો કદાચ બની શકે કે લોકો એમના સમર્થનમાં આવે અને બધા સાથે મળીને આ આવી પડેલી મુસીબત માંથી બહાર નીકળવાનો રસ્તો શોધી શકે.

No comments:

Post a Comment