Thursday 30 April 2020

દમણ મ્યુનિસિપલ કાઉન્સિલ અને નગરસેવકોનો કહેવાતો વિરોધ

કમરતોડ

દમણ મ્યુનિસિપલ કાઉન્સિલ દ્વારા ઘરવેરામાં કમરતોડ વધારો કરવામાં આવ્યો છે અને ખાનગી બેંક દ્વારા કરવામાં આવેલી આ આકરણીમાં અનેક ભૂલો છે જેની નોંધ આ લેખમાં કરવામાં આવી છે.

દમણ મ્યુનિસિપલ કાઉન્સિલ દ્વારા બહાર પાડવામાં આવેલી આકરણી યાદી પર ઘણો વિવાદ થઈ રહ્યો છે, જેના કારણો નીચે મુજબ છે:

(1)  ઘરવેરામાં કમરતોડ વધારો - લગભગ 300% થી 3000%
(2)  સેનીટેશન વેરો લગાવવામાં આવ્યો - નાની દમણમાં સીવેજ લાઈન જ નથી
(3)  હોટેલો પર પણ સેનીટેશન વેરો લગાવવામાં આવ્યો - હોટેલોની ડ્રેનેજ લાઈન કાપી નાખવામાં આવી છે અને કચરો પણ મ્યુનિસિપાલિટી દ્વારા ઉઠાવવામાં નથી આવતો - હોટેલોએ પોતાનો સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખ્યા છે અને સૂકા અને ભીના કચરા માટે પોતાની વ્યવસ્થા કરી છે. આ બધું કરવું ફરજીયાત છે હોટેલ ચલાવવા માટે
(4)  આ આકરણીમાં માલિકીની અને ભાડાની મિલકત અલગ કરવામાં આવી - મ્યુનિસિપાલિટીએ કેવી રીતે નક્કી કર્યું કે કઈ મિલકત માલિકીની છે અને કઈ ભાડે આપેલી છે, કોઈ માહિતી વગર?
(5)  ભાડાની મિલકતનો વેરો અનેક ગણો વધાર્યો
(6)  આકરણીમાં મિલકતના ક્ષેત્રફળમાં વિસંગતતા જોવા મળે છે. અનેક મિલકતોનું ક્ષેત્રફળ વધી ગયું
(7)  અનેક મિલકતો પર લગાવવામાં આવેલા નવા ઘર ક્રમાંક જુના ઘર ક્રમાંક સાથે મેળ ખાતા નથી.
(8)  ધાર્મિક સ્થાનોને કાયદા દ્વારા માફી આપવામાં આવી છે પણ નવી આકરણીમાં તેમના પર પણ અસહ્ય વેરો લગાવવામાં આવ્યો છે.
(9)  બેન્કના બિનઅનુભવનો જીવલંત દ્રષ્ટાંત છે દમણમાં એક નારયળી પર ત્રણ ઘર બતાવવા   
(10) આકરણી બિનઅનુભવી ખાનગી બેંક દ્વારા કરવામાં આવ્યું હતું, બિનઅનુભવી બેન્કને આકરણીનું કામ કેવી રીતે મળ્યું એ પણ સવાલ છે.શું બેંકે મફતમાં આકરણી કરી છે?

દમણ મ્યુનિસિપલ દ્વારા કરવામાં આવેલા કમરતોડ ઘરવેરો વધારાના હજુ સુધી કોઈ રાજકીય પક્ષ કે નગરસેવકોએ વિરોધ નોંધાવ્યો નથી.

આ લેખમાં લખ્યું છે તે મુજબ વેરા વધારાનો વિરોધ કાઉન્સિલમાં ભાજપના સભ્યો નોંધવવાના હતા પણ હજુ સુધી કોઈ કાઉન્સિલ સભ્ય ભાજપના કે વિરોધ પક્ષના સભ્યએ વિરોધ નોંધાવ્યો હોય એવું ધ્યાનમાં આવ્યું નથી, કદાચ લોકો વાંચતા નહિ હોય એવા કોઈ અખબારમાં આ વિરોધ પ્રકાશિત થયો હોય તો કોઈના ધ્યાનમાં નથી.

No comments:

Post a Comment