તારીખ 05/12/2019ના રોજ દમણ મ્યુનિસિપલ કાઉન્સિલના નગરસેવકોએ એક પ્રસ્તાવ પારીત કર્યો હતો જેના દવારા દમણ અને દીવનું દાદરા અને નગર હવેલી સાથે એકત્રીકરણની પ્રશંસા કરવામાં આવી હતી.
દમણના નગરસેવકોને દુનિયામાં થતી દરેક સારી અને ખરાબ, જરૂરી - બિનજરૂરી વાતોની ચર્ચા કરવાની અને પ્રસ્તાવ પસાર કરવાની ફુરસદ છે પણ પોતાની મ્યુનિસિપાલિટીમાં ઘરવેરા વધારા પર અભિપ્રાય આપવાની છેલ્લા બે મહિનામાં કોઈ ફુરસદ મળી નથી.
આ વેરા વધારો જે છેલ્લા બે વર્ષથી પ્રસ્તાવિત હતો એ બાબતની કોઈ ચર્ચા કેમ નગરસેવકોએ જાહેરમાં નથી કરી? શું એમનું કામ બીજાના કામની પ્રશંસા કરવા પૂરતી સીમિત છે? નગરસેવકો પોતાના કામની (કે નાકામીની) કોઈ ચર્ચા જાહેરમાં કરશે કે પછી ફક્ત બીજાની પગચંપી કરી પોતાનું પેટ ભરતા રહશે?
દમણ મ્યુનિસિપાલિટીમાં 15 સભ્યો છે જેમાંથી 13 સભ્યો ભાજપના છે અને બે સભ્યો કો-ઓપ્ટેડ છે જે પણ ભાજપના છે અને એમાંથી એક દમણ જિલ્લા ભાજપના પ્રમુખ છે. તો હવે શું સમજવું કે ભાજપ આ લોક વિરોધી ઘરવેરા વધારાની પાછળ છે? ભાજપની મરજીથી આ ઘરવેરો વધારવામાં આવ્યો છે? ભાજપ અને નગરસેવકો ઘરવેરામાં ધરખમ વધારાનો કોઈ ખુલાસો કરશે?
No comments:
Post a Comment