એવું લાગે છે કે દમણ નગરપાલિકા દ્વારા અસહ્ય વેરા વધારાથી પીડાતા દમણવાસીઓની વહારે આવ્યા હોય એવું લાગી રહ્યું છે.
એમનો ઠરાવ વાંચતાં નીચે પ્રમાણે વિચારો ઉદભવે છે:
(૧) આ ઠરાવ પસાર કર્યો ત્યારે દમણ નગરપાલિકાના મુખ્ય અધિકારી હાજર નહીં હતાં.
(૨) શું દમણ નગરપાલિકાના મુખ્ય અધિકારી વગર સરકારી કામ થઈ શકે?
(૩) જો આ ઠરાવ સરકારી નથી તો પછી આ પસાર કરવાનો મતલબ શું હોય શકે?
(૪) આ ઠરાવ પસાર કરી લોકોનો ગુસ્સો શાંત કરવાનો પ્રયાસ છે?
(૫) કે પછી લોકોને મુર્ખ બનાવવાનો પ્રયાસ છે?
દમણના દરેક નગરસેવકને આહવાન છે કે જો એ લોકો દમણના લોકોની સાથે છે તો આ અસહ્ય વેરા વધારાના વિરોધમાં રાજકારણ ભૂલીને વિરોધ કરવામાં લોકોની સાથે આવે અને જાહેરમાં બોલે કે દમણ નગરપાલિકાના દરેક ચૂંટાયેલા સભ્યો અસહ્ય વેરા વધારાના વિરોધમાં લોકોની સાથે છે અને આ વેરો વધારો પાછો નહીં ખેંચાઈ ત્યાં સુધી લોકોની સાથે રહીને વેરા વધારોનો વિરોધ કરશે.
No comments:
Post a Comment