દમણ નગરપાલિકા દ્વારા વધારેલા મિલકત વેરા બાબતે ધણાં લાંબા સમયથી લોકો વિરોધ કરી રહ્યા હતા પણ નગરપાલિકા અડગ હતી વેરો વધારો ૧ એપ્રિલ ૨૦૨૦થી લાગૂ કરવા માટે.
નગરપાલિકાના ધ્યાન પર એ બાબત પણ લાવવામાં આવી હતી કે વેરો ગણતરી કરવાની રીત બદલાઇ હોવાથી અને અસહ્ય વધારો કર્યો હોવાથી લોકો પાસેથી સૂચનો અને વાંધા અરજી મંગાવવામાં આવે પણ એ મંગાવતી વખતે પણ નગરપાલિકાએ વેરો વધારોતો ૧ એપ્રિલ ૨૦૨૦થી જ લાગુ પડશે એવું ઠરાવ્યું.
પણ હવે વાંધો નગરસેવકોને છે કારણકે સામે ચૂંટણી આવી રહી છે અને એમણે પાછાં ચૂંટાવું છે નહીં તો એમને કારોબાર ચલાવવાની તકલીફ પડે અને હાલની પરિસ્થિતિમાં એમને એ પણ ખબર છે કે એમનામાંથી એક પણ જણ પાછો ચૂંટાવાનો નથી એટલે કંઇક નવી ચાલ રમવી પડશે અને એ માટેની આ કવાયત છે.
આ ચાલ તો ઘણી સારી છે પણ એક તકલીફ થવાની છે. આજનું મોત કાલ પર ઠલવાયુ છે.
પાછાં ચૂંટાયા પછી પાછી આ જ રામાયણ.
છતાંય મારિયો અને તમામ નગરસેવકોને ખૂબ ખૂબ આભાર આ વર્ષે રાહત અપાવવા બદલ.
No comments:
Post a Comment