Sunday 26 July 2020

દાનહ પંચાયતો જેવી જ દમણ - દીવ પંચાયતોની હાલત


દાદરા નગર હવેલી અને દમણ દીવની પંચાયતના કાયદા અલગ છે પણ બંને કાયદામાં ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચ અને જીલ્લા પંચાયતના સભ્યો અને પ્રમુખ પાસે ધણી સત્તા છે‌ પણ પ્રશાસનનીક અધિકારીઓની સત્તા ભૂખ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના ભ્રષ્ટાચારના કારણે દરેક પંચાયતોની હાલત સરકારી વિભાગ જેવી થઈ ગઈ છે.

દાદરા અને નગર હવેલીમાં વિરોધ પક્ષ છે જે પ્રજા માટે અવાજ ઉઠાવે છે પણ દમણ અને દીવમાં તો વિરોધ પક્ષ જેવું કંઈ નથી, બધા હળીમળીને સરકાર ચલાવે છે એટલે અવાજ ઉઠાવવા વાળું કોઈ નથી.

ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચ અને જીલ્લા પંચાયત સભ્યો અને પ્રમુખની હાલત શોભાના ગાંઠિયા જેવી છે. એમની પાસે ના સત્તાનો અધિકાર છે કે ના લોકકાર્ય કરવા માટે નાણાં અને કહેવત છે કે નાણાં વગરનો નાથિયો અને નાણે નાથાલાલ. આ ચૂંટાયેલા પ્રતિનિધિઓની પરિસ્થિતિ બિલકુલ આવી જ છે.

પ્રશાસન ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે ચર્ચા કર્યા વગર એક તરફી નિણર્યો કરે છે પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિરોધ કરી નથી શકતા, આમાં આ લોકોનો વાંક પણ કંઈ ઓછો નથી. ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રશાસનીક અધિકારીઓની જી હજૂરી કરવામાંથી ઉપર નથી આવતાં જેનો ફાયદો પ્રશાસનના અધિકારીઓ ઊઠાવે છે.

હવે પંચાયતની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે શું આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે ભાવિ ઉમેદવારો પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવશે કે પછી આવી જી હજૂરી જ ચાલતી રહેશે અને લોકઅહિતના કાર્યો થતાં રહેશે?

No comments:

Post a Comment