Sunday 30 August 2020

લાલુભાઈ, વિજ ખાનગીકરણ બાબતમાં કાગળ લખવા સાથે ઘણું કામ કરી શકાય

આપણા સાંસદ શ્રી લાલુભાઈએ એક મહાન કાર્ય કર્યું છે અને તે પણ વિજ વિભાગના ખાનગીકરણની વિરોધમાં એમણે એક પત્ર લખ્યો છે.

શું એક પત્ર લખવાથી એમની નેતા તરીકેની જવાબદારીમાંથી મુક્ત થઈ ગયા?

એક સાંસદ અને નેતા તરીકે આવા કપરા સમયમાં લોકોને માર્ગદર્શન આપે અને લોકોને એવી રીતે દોરે કે જેથી વિજ વિભાગનું ખાનગીકરણ રોકી શકાય.

મને એ સમય યાદ આવે છે જ્યારે સાંસદ પત્ની અને જીલા પંચાયતના સભ્ય તરુણાબેન વિજ વિભાગના ખાનગીકરણના વિરોધમાં લોકોની સાથે ખભે ખભા મિલાવી રસ્તા પર ઊતર્યા હતા અને વિજય થયા હતા.

શું હવે આવી આશા આપણા સાંસદ અને એમની પત્ની પાસેથી રાખવી નકામી છે?




No comments:

Post a Comment