અહીં મુકેલા પત્ર-વ્યવહારમાં જોઈ શકાય છે કે બેઠકમાં હાજર રહેલા દરેક નગરસેવકોની બાંહેધરી છતાં આટલી મહત્વની અને પ્રજાને સ્પર્શતી બાબતમાં નગરસેવકો ઉદાસીન રહ્યાં અને કોઈ ઠરાવ પસાર કરવામાં ન આવ્યો.
ભાગ 1 માં દર્શાવવામાં આવેલ પત્ર પણ ચર્ચામાં ન લેવાયો હતો. હદ તો એ વાતની છે કે આ લોકો હાજર રહેલા દરેક નગર-જણની સામે જુઠાણું ચલાવ્યું કે 14/12/2017ના રોજ આ બાબત પર પાલિકાની બેઠક બોલાવવામાં આવી છે અને એમાં આ બાબત ચર્ચાવાની છે અને એની માહિતી આપવા અને લોકોના મંતવ્ય લેવા માટે આજે આપ સૌને બોલાવવામાં આવ્યા છે. એના પછી આ બાબત પર ક્યારેય બેઠક બોલાવવામાં આવી જ નથી.
આ બાબત પર એકજ બેઠક થઇ હતી જેના આધારે આ પત્ર લખવામાં આવ્યો હતો અને એના પછી સૂચનાના અધિકાર હેઠળ માહિતી માંગવામાં આવી હતી, જેમાં આ નગરસેવકોની પોલ ખુલી જવા પામી હતી. એવું પ્રતીત થાય છે કે આ બેઠક ફક્ત અને ફક્ત લોકોની કોણીએ ગોળ ચોટાડવા માટે બોલાવવામાં આવી હતી.
હવે આપ લોકો જ નક્કી કરો કે કોને ચૂંટવા જોઈએ? જે લોકો ચૂંટાઈને પછી લોક વિરોધી કાર્ય કરે તેને કે જ લોકો તમને કામમાં આવે છે તેમને?
એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે કોઈ પણ ચૂંટાયેલો સભ્ય એમ નહિ કહે કે અમારું કોઈ સાંભરતું નથી કે અમને કોઈ પૂછતું નથી, એમને પહેલાથીજ ચેતવી દેજો કે આવું એ નહિ બોલવાનો હોઈ એવી ખાતરી હોઈ તો જ મત માંગવા આવજે.
No comments:
Post a Comment