Thursday 5 November 2020

આવાને નગરસેવક બનાવાય? (ભાગ ૧)


તારીખ ૦૫/૧૨/૨૦૧૭ ના રોજ મ્યુનીસીપલીટીના કોઉન્સીલ હોલમાં દમનના લોકોની બેઠક થઈ હતી બધા નગરસેવકોની સાથે, જેના સંદર્ભમાં ડીએમસી પ્રમુખને  એક પત્ર આપવામાં આવ્યો હતો.

બેઠક દમણના શહેરી વિસ્તારમાં પ્રશાસન દ્વારા માપણી કરીને પાડવામાં આવેલા રંગીન પટ્ટા, જે બાંધકામ તોડવાની નિશાની તરીકે હતા એ બાબતમાં હતી.

 નગરસેવકોને પૂછતાં એમણે જણાવ્યું કે આ પટ્ટા શેના છે એમને ખબર નથી, એમને કોઈ માહિતી નથી અને એમના પ્રમાણે એ લોકો પણ અમારી જેમ અંધારામાં છે.

પછી સર્વાનુમતે એવું ઠરાવવામાં આવ્યું કે મુખ્ય અધિકારી આ પટ્ટાની બાબતમાં લગતા-વળગતા વિભાગમાં તપાસ કરીને નગરસેવકોને માહિતી આપશે.

એ બેઠકમાં એવી પણ ચર્ચા હતી કે 14/12/2017ના રોજે કાઉન્સીલ ની બેઠક થવા જઈ રહી છે તો એમાં આ મુદ્દો ઊઠાવવો,

એક પત્ર પ્રમુખને લખીને એમને યાદ કરાવવામાં આવ્યું કે આ બેઠકમાં જે ચર્ચા થઇ છે તે તમારે 14/12/2017ની કાઉન્સીલની બેઠકમાં લેવી અને એની ઉપર એક ઠરાવ પસાર કરવો કે દમણના લોકોનો વિરોધ છે આવી રીતે તોડફોડ કરવા બાબતમાં.

હવે 27/11/2019ના રોજ માહિતી અધિકાર અધિનિયમ હેઠળ નગરપાલિકાને એક અરજી કરવામાં આવી હતી, જેમાં 06/12/2017ના રોજે લખેલ પત્ર અને એમાં ઉલ્લેખિત બેઠક અને એના પછી થયેલ કાઉન્સીલની બેઠક કે જેમાં આ મુદ્દો ચર્ચાયો હોઈ અને ઠરાવ પસાર થયો હોઈ એની માહિતી માંગવામાં આવી હતી.

No comments:

Post a Comment