ભાગ - ૧ માં જણાવ્યા મુજબ ૨૭/૦૧/૨૦૧૬ના મોકલેલ ઈમેલ પર કરેલ કાયૅવાહી વિશે માહીતિ મેળવવા માટે કરેલ આરટીઆઈની અરજી સેકરેટરી પીડબલયુડીને મોકલવામાં આવી હતી પણ પછી કોઇ જવાબ નહી આવતા પહેલી અપીલ કરવામાં આવી ત્યારે ખબર પડી કે અરજી સુપરીટેનડીંગ ઈજનેરને મોકલવામાં આવેલ છે, જેની બાબતમાં આ અરજી કરવામાં આવેલ હતી.
જે સુપરઇન્તેન્ડીંગ એન્જીનીયરના કાયમીપણ માટે અરજી કરી હતી એને એમ કહેવાનો હક આપવામાં આવ્યો કે એ જણાવે કે એ 33 વરસથી કાયમી કેમ નથી? જેનો એણે પુરેપૂરો લાભ લીધો.
ઘણી વખત યાદ કરાવવા છતા અને કોવિડ-19ના કારણે હું અપીલમાં હાજર નહી રહી સકીશ કહેવા પછી પણ ઘણા સમય પછી હૂકમ બહાર પાડયો જેમાં માહિતી અધિકારીને જણાવવામાં આવેલ કે જવાબ કેવી રીતે આપવો જે બિલકુલ ગેરજવાબદારી કહેવાય. હુકમમાં કશે પણ આ અરજી કેટલે ઠેકાણે ફરી, માહિતી અધિકારીએ સમયસર માહિતી કેમ નથી આપી એનો કોઈ ખુલાસો નથી પણ માહિતી કેવી રીતે આપવી એ નોંધેલ છે.
માહિતી અધિકારીએ એમના ઊપરીના આદેશનુ બરાબર પાલન કરીને માહિતી આપી કે ૨૦૦૨થી ફાઇલ પસાર કરવા મુકેલી છે પણ હજુ સુધી એ પસાર નહી થવાથી સુપરીટેનડીંગ ઇજનેર ૧૯૮૭થી કાયમી નથી થયા.
૧૯૮૭થી સુપરીટેંડીંગ ઇજનેર કામચલાવ છે અને સરકારને ૨૦૦૨માં એટલેકે ૧૫ વર્ષ પછી ફુરસદ મળી બનાવવાની અને અને જોવાની વાત એછે કે તે ફાઈલ ૧૮ વરસ પછી પણ પસાર નથી થઈ.
આવું થવાનું કારણ કોઈને ખબર છે? આવુ થવાનું કારણ એ છે કે જો ફાઈલ પસાર થઈ જાય તો કોઈ લોકલ માણસ લાયકાતના આધારે સુપરીટેંડીંગ ઈજનેર બની જાય અને પછી જે ઊપરી અધિકારીઓને મઝા છે તેના પર કાપ આવી જાય અને એટલે જ લોકલના ભોગે બહારથી કામચલાવ સુપરીટેંડીંગ ઈજનેર લાવવામાં આવે છે.
No comments:
Post a Comment