સરકારે વર્ષ ૨૦૦૪થી જૂની પેન્શન યોજનાની જગ્યાએ નવી પેન્શન યોજના ચાલુ કરેલ છે પણ દમણમાં ગ્રાન્ટ-ઇન-શાળાઓમાં હજુ સુધી એ લાગુ નથી થઈ.
કારણ જાણવા માટે એક આરટીઆઇ, શિક્ષણ વિભાગમાં કરવામાં આવી હતી જે એમણે જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગમાં મોકલી હતી જ્યાથી એ ઉપ-નિદેશક (હિસાબ)ને મોકલવામાં આવી હતી.
ઉપ-નિર્દેશક (હિસાબ) તરફથી જે માહિતી મળી તે ઉપર આપી છે. એમણે આખી ફાઇલ તો નથી આપી પણ જેટલી પણ માહિતી આપી છે તે સ્ફોટક છે જેનો ફાઇલ નંબર EDN/DMN/NPS/GIA FTS No. 28584 છે.
૨૦૦૪થી નવી પેન્શન યોજના લાગુ પાડવામાં આવી છે પણ સંઘ પ્રદેશમાં હજુ સુધી લાગુ પાડવામાં નથી આવી અને નહીં લાગુ પાડવાનું કારણ એટલું જ કે હજુ સુધી એ એક મેજ થી બીજી મેજ એમ ફર્યા કરે છે પણ નિર્ણય કોઈ નથી કરતું અને છેલ્લા ૧૬ વર્ષથી આ ગ્રાન્ટ-ઇન-શાળાના કર્મચારીઓ પેન્શનના લાભ વગર કામ કરી રહ્યા છે.
મને યાદ આવે છે ૧૯૮૭ પહેલાનો એ જમાનો કે જ્યારે ગોવા, દમણ અને દીવ સાથે હતા અને ત્યારે દમણમાં ફકત એક કલેક્ટર હતા પણ નિર્ણયો ત્વરિત લેવામાં આવતા હતા.
હવે દમણ અને દીવમાં અધિકારીઓની આખી ફોજ છે પણ પ્રજાલક્ષી બાબતોમાં નિર્ણય લેવામાં વર્ષો લાગી જાય છે.
૧૬ વર્ષ પછી પણ ગ્રાન્ટ-ઇન-શાળાના કર્મચારીઓને નવી પેન્શન યોજનાનો લાભ મળવામાં હજુ કેટલા વર્ષો રાહ જોવી પડશે? શું નમાલાઓ જાગશે કે પછી પાંચ વર્ષ પછી પાછા આવીને કહશે કે અમારું કોઈ સાંભળતું નથી?
No comments:
Post a Comment