Friday, 17 April 2020

દમણ મ્યુનિસિપલ કાઉન્સીલ દ્વારા ઘર વેરામાં અસહ્ય વધારો (ભાગ 10)

દમણ મ્યુનિસિપલ કાઉન્સિલ દ્વારા જે નવો ઘર વેરો લાગુ કરવામાં આવ્યો છે, તેમાં એક નવો કર સેનીટેશન વેરાના નામે ઉમેરવામાં આવ્યો છે.

હવે, વિચારવાનું એ છે કે નાની દમણમાં સીવેજ લાઈનજ નથી કે નથી રસ્તા પર ઝાડું સુધ્ધા લગાવવામાં આવતું ત્યાં સેનીટેશન વેરો કેવો?

જે મ્યુનિસિપાલિટીમાં એક નારયળી પર ત્રણ ઘર બનેલા હોય તે મ્યુનિસિપાલિટી કેવી સાફ-સફાઈ કરતી હશે એ પણ વિચારવાનો વિષય છે.

જે ઘરનો વેરો રૂ.300/- આવતો હતો ત્યાં ફક્ત સેનીટેશન વેરો રૂ. 3,000/- લગાવવામાં આવ્યો છે જે  વધારેલા ઘર વેરામાં ઉમેરવામાં આવ્યો છે.

આટલો ભારેભરખમ અને અસહ્ય વેરો વધારતી વખતે  મ્યુનિસિપાલિટીએ લોકોને યોગ્ય સમય આપવો  જોઈએ પોતાના મંતવ્ય જણાવવા માટે, જે આપવામાં આવ્યો નથી.

આ આખું ઘરવેરા પ્રકરણ અનેક રહસ્યોથી ઘેરાયેલું છે અને લોકોને અંધારામાં રાખીને લોકોને લૂંટવાના ઈરાદાથી ઘડવામાં આવ્યું હોય એવું પ્રતીત થઇ રહ્યું છે એટલે એને અત્યારે મુલતવી રાખીને નવેસરથી લોકશાહી રીતે જાહેરમાં ચર્ચા - વિચારણા કરવામાં આવે, એવી લોક લાગણી છે.

નગરસેવકો, રાજકીય પક્ષો અને તેના બની બેઠેલા નેતાઓ લોકોનું વિચારશે કે પછી કોઈનો અજેન્ડા લાગુ કરવામાં દમણનું સત્યાનાશ કરશે?

No comments:

Post a Comment