દમણ મ્યુનિસિપલ કાઉન્સિલે નવો ઘર વેરો લગાવતા પહેલા નવી આકારણી કરાવી હતી.
આ આકારણી કેટલી અસરકારક અને સાચી છે એ આ સાથેનો ફોટો સાબિત કરે છે, જ્યાં એક ઝાડ પર ત્રણ ઘર નંબર લગાડવામાં આવ્યા છે.
એવું જાણમાં આવ્યુ છે કે આ આકારણી યસ બેંક મારફત કરવામાં આવી હતી.
યસ બેંક અને આકારણી?
યસ બેંક પાસે શું આવું કાર્ય કરવાનો અનુભવ હતો કે જેના કારણે એને આકારણીનું કામ આપવામાં હતું? અને એને કેટલું સરસ કાર્ય કર્યું છે એનો નમૂનો આ ફોટો છે.
લોકોની તો એવી પણ ફરિયાદ છે કે એમના ઘરનો વિસ્તાર પહેલા કરતા વધી ગયો છે પણ હવે એમનો સવાલ એ પણ છે કે એમને આ વઘારેલો વિસ્તાર વાપરવા માટે શું કરવું પડશે? કોને પૂછવું પડશે?
શું દમણ મ્યુનિસિપલ કાઉન્સિલ પાસે આવું કાર્ય કરવાની ક્ષમતા નથી? જો મ્યુનિસિપાલિટી નવું બાંધકામ કરવાની પરવાનગી આપી શકતી હોય, બાંધકામનું નિરીક્ષણ કરી શકતી હોય અને એને ઓક્યુપેન્સી સર્ટિફિકેટ આપી શકતી હોય તો આકારણી કરવાની ક્ષમતા કેમ નથી? શું આમાં કોઈને ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે?
શું દમણના રાજકીય પક્ષો, તેના નેતાઓ અને નગરસેવકો આ બાબતથી અજાણ છે કે પછી આ બધા પણ ભ્રષ્ટાચારમાં ભાગીદાર છે? એટલે આ સર્વ લોકો ચૂપ છે?
No comments:
Post a Comment