Tuesday, 14 April 2020

દમણ મ્યુનિસિપલ કાઉન્સીલ દ્વારા ઘર વેરામાં અસહ્ય વધારો (ભાગ 8)

અહો, આશ્ચ્રર્યમ !

દમણ મ્યુનિસિપલ કોઉન્સીલનાં ઘરવેરા વધારાના વિરુધ્ધમાં દમણ - દીવના લોકસભાનાં પ્રતિનિધિ શ્રી લાલુભાઇ પટેલ, સામાજિક કાર્યકર્તા શ્રી ઉમેશભાઈ પટેલ અને દમણ - દીવ કોંગ્રેસ પ્રમુખ શ્રી કેતન પટેલે વિરોધ નોંધાવ્યો છે પણ સત્તાધારી ભાજપના હજુ સુધી ઘરવેરા બાબતમાં કોઈ મંતવ્ય બહાર આવ્યા નથી.

ભાજપ મ્યુનિસિપાલિટી, ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, અને લોકસભામાં દમણનું પ્રતિનિધિત્વ કરે છે એટલે કે ભાજપ સત્તાધારી પક્ષ છે. પણ ભાજપે અધિકારીક રીતે કોઈ પણ મંતવ્ય હજુ સુધી રજુ નથી કર્યા અને ના તો કોઈ નગરસેવકોએ પોતાનો મંતવ્ય કે વિરોધ નોંધાવ્યો છે.

દમણ મ્યુનિસિપલ કાઉન્સિલમાં ભાજપના 15માંથી 13 સભ્યો છે સાથે બંને કો-ઓપ્ટેડ સભ્યો પણ ભાજપનાં છે, કો-ઓપ્ટેડ સભ્યોની નિમણુંક સમાજનું યોગ્ય પ્રતિનિત્વ થાય એ માટે કરવામાં આવે છે. જેમાંથી એક તો દમણ જિલ્લા ભાજપના પ્રમુખ પણ છે પણ આ કો-ઓપ્ટેડ સભ્યો પણ સમાજનું હિત જાળવવવામાં નિષ્ફળ ગયા હોય એવું લાગી રહ્યું છે.

શું એનો મતલબ એવો કાઢવો રહ્યો કે ઘરવેરામાં થયેલો ભારેભરખમ અને અસહ્ય વધારો ભાજપના ઈશારે અને મંજુરીથી થયેલો છે?

No comments:

Post a Comment