Thursday, 23 April 2020

દમણ મ્યુનિસિપલ કાઉન્સીલ દ્વારા ઘર વેરામાં અસહ્ય વધારો (ભાગ 11)


દમણ મ્યુનિસિપલ કાઉન્સિલના મુખ્ય અધિકારીએ એક પત્રકાર વાર્તામાં એવું જણાવેલું કે નવા ઘર વેરામાં ધાર્મિક સ્થાનોને વેરામાંથી માફી આપવામાં આવી છે, જે વાત સત્યથી બિલકુલ વેગળી છે.

ધાર્મિક સ્થાનો પર ઘરવેરો લગાવવામાં આવેલો છે જેની ચકાસણી મ્યુનિસિપાલિટીએ બહાર પડેલી આકારણીની યાદી પરથી કરી શકાય છે.

મુખ્ય અધિકારીએ એવી રીતે જાહેરાત કરી હતી જાણે એમના કહેવાથી ધાર્મિક સ્થાનોને માફી આપવામાં આવી છે, પણ કાયદામાં જોગવાય છે કે ધાર્મિક સ્થાનો ઘર વેરો લગાડી શકતો નથી છતાં કાયદાની ઉપરવટ જઈ ને મ્યુનિસિપાલિટીએ ધાર્મિક સ્થાનો પર અધધધ ઘરવેરો લગાડવામાં આવ્યો છે.

આ બાબતે નજીકના ભૂતકાળમાં Incorrect information by the Chief Officer of Daman Municipal Councilના હેડિંગથી એક પોસ્ટ કરી હતી પણ હજુ સુધી મ્યુનિસિપાલિટી કે નગરસેવકો તરફથી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

વિચારવા જેવી વાત એ છે કે નગરસેવકોને કોણે ચૂંટેલા છે, દમણના લોકોએ કે સરકારી અધિકારીઓએ? નગરસેવકો વધારેલા ઘરવેરાના સમર્થનમાં પણ નથી બોલતા કે નથી વિરોધમાં બોલતા, વેરામાં આટલો ધરખમ અને અસહ્ય વધારો છે પણ નગરસેવકો મોઢામાં દહીં જમાવીને બેઠેલા છે (કોના લાભાર્થે?).

No comments:

Post a Comment