દમણ મ્યુનિસિપલ કાઉન્સિલે વર્ષ 2020-21 માટે ઘરવેરાની આકારણીની યાદી કાઉન્સિલની વેબસાઈટ પર જાહેર કરવામાં આવી હતી પણ ના તો એની જાણ જાહેર જનતાને કરવામાં આવી હતી, ના તો આ યાદી જાહેર સ્થળ પર રાખવામાં આવી છે, ના તો કોઈ જાહેરાત કરી જાણ કરવામાં હતી.
આકારણી યાદીની માહિતી નગરસેવકો દવારા પણ જાણ કરવામાં આવી ન હતી, ન તો આ બાબતમાં કોઈ જાગૃતિ લાવવાની કોઈ કોશિશ કરવામાં આવી રહી છે.
એક ભલા માણસે આકારણીની યાદી એક ગ્રુપ માં મુકતા લોકોને આ બાબતની જાણ થઇ હતી પછી લોકોમાં ચર્ચા ચાલુ થઇ હતી અને પછી પણ નગરસેવકો કહેતા ફરતા હતા કે અમારી જાણ બહાર આ વેરો વધારવામાં આવ્યો છે.
હવે સવાલ એ છે કે શું અધિકારીઓ પાસે એટલી બધી સત્તા છે કે નગરસેવકોની મંજૂરી વગર આકારણી કરાવી શકે અને એને લાગુ પણ કરાવી શકે? અને જો આ બધું નગરસેવકોની મંજૂરી સાથે થઇ રહ્યું હોઈ તો પછી લોકોને ગેરમાર્ગે કેમ દોરવામાં આવી રહ્યા છે? નગરસેવકો પોતાના હાથ કેમ ઊંચા કરી રહ્યા છે? શું નગરસેવકો એમની જવાબદારીમાંથી છટકવા માંગે છે?
No comments:
Post a Comment