Thursday, 9 April 2020

દમણ મ્યુનિસિપલ કાઉન્સીલ દ્વારા ઘર વેરામાં અસહ્ય વધારો (ભાગ 3)

દમણમાં આકારણી યાદી જાહેર થયા પછી ઉહાપોહ થયો તે જોઈ મ્યુનિસિપલ કાઉન્સિલ તરફથી 14/03/20ના દિને એક જાહેર સૂચના આપવામાં આવી જેની મારફત જાહેર થયેલી આકારણી યાદી પર લોકોની  આપત્તિ મંગાવવામાં આવી હતી.

જાહેર સૂચનામાં એ પણ કહેવામાં આવ્યું હતું કે 30/04/2020 પહેલા પોતાની આપત્તિ કાઉન્સિલને આપવાની રહશે, આ યાદી 1લી એપ્રિલ 2020 થી લાગુ થનાર છે.

પહેલાતો આકારણી યાદી ફૂટી ગયા પછી આપત્તી મગાવવામાં આવી છે પણ આપત્તિ આપવા માટે ફક્ત 15 દિવસજ આપવામાં આવ્યા હતા.

બીજું, જયારે કોઈ પોતાની આપત્તિ આપશે તેના પર વિચારણા કરવા માટે કોઈ દિવસ રાખવામાં આવ્યા નથી. 30/03/2020 ની છેલ્લી તારીખ પછી આ યાદી 01/04/2020 થી લાગુ થનાર હોઈ આ આખી કવાયત ફક્ત અને ફક્ત લોકોને મૂર્ખ બનાવવા માટે ઉભી કરાય હોઈ એવું પ્રતીત થઇ રહ્યું છે.

હવે, આ બાબતે નગરસેવકોએ કંઈ કહેવું છે કે હજુ પણ અમારું કોઈ સાંભરતું નથીનું ગાણું ચાલુ રાખવું છે?

No comments:

Post a Comment