Friday, 10 April 2020

દમણ મ્યુનિસિપલ કાઉન્સીલ દ્વારા ઘર વેરામાં અસહ્ય વધારો (ભાગ 4)

દમણ મ્યુનિસિપલ કાઉન્સિલ તરફથી જાહેર કરવામાં આવેલ આકારણી  યાદી પર આપત્તિઓ મંગાવવામાં આવી હતી, જેની છેલ્લી તારીખ 05/04/2020 હતી. પરંતુ કોવીડ - 19 ના કારણે લોકડાઉન હોવાને લીધે  લોકો વાંધાઓ નોંધાવી શક્યા નહિ હતા, આથી શ્રી મુકેશ પટેલ, પ્રમુખ, દમણ મ્યુનિસિપલ કાઉન્સિલ અને બીજાઓની અરજી માન્ય રાખી છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે જે હવે 30/04/2020 રાખવામાં આવી છે.

25/03/2020 ના દિવસ થી આખા ભારતમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે અને આખા ભારતમાં બધા પોતાના ઘરોમાં બંધ છે, જે 14/04/2020 સુધી લાગુ રહેવાનું છે. આ હકીકત જાણ્યા પછી તારીખ લંબાવવાની જાહેરાત ઘણા લાંબા સમય પહેલા કરવાની જરૂરી હતી કાઉન્સિલના પ્રમુખ અને બીજાઓએ પત્ર લખવો પડે એવી નોબત આવવી ન જોઈતી હતી. મ્યુનિસિપાલિટીએ જાતે માનવીય દ્રષ્ટિથી આ જાહેરાત કરવાની જરૂર હતી.

બીજી વાત, અત્યારે પણ જે નવી તારીખ જાહેર કરવામાં આવી છે તે 30/04/2020 રાખવામાં આવી છે તે પણ 06/04/2020એ કરાવવામાં આવી છે એટલેકે છેલ્લી તારીખ વીતી ગયા પછી કરવામાં આવી છે આ તારીખ પણ લંબાવવાની જરૂર પાડવાની પુરેપુરી શક્યતા છે તો પછી એક સાથે વ્યવસ્થિત તારીખ જાહેર કરવાની જરૂર હતી જે કદાચ 30/05/2020 યોગ્ય રહતે પણ એના માટે પાછી લોકોએ મહેનત કરવી પડશે આ જાહેરાતમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ઘરવેરો તારીખ 01/04/2020 થી લાગુ થશે. જો વેરો 01/04/2020થી લાગુ થવાનો હોઈ તો પછી આપત્તિ મંગાવવાનું નાટક કરવાની જરૂર છે?

જે કામ છ મહિના પહેલા કરવાની જરૂર હતી તે કામ યાદી ફૂટી જવાથી કરવું પડી રહ્યું છે જેથી કરીને લોકોનો આક્રોશ કાબુ કરી શકાય પણ આમાં બિલકુલ માનવીયતા દાખવવામાં આવી રહી નથી અને નગરસેવકો આમાં લોકોની સાથે ઊભા રહશે કે પછી ભાગેડુઓની જેમ લોકોની તકલીફોમાં અદ્રશ્ય રહેશે?

No comments:

Post a Comment