દમણ મ્યુનિસિપલ કાઉન્સીલ દ્વારા ઘર વેરામાં અસહ્ય વધારો (ભાગ 5)
દમણ મ્યુનિસિપલ કાઉન્સિલના મુખ્ય અધિકારી દ્વારા એવી માહિતી આપવામાં આવી છે કે ઘરવેરો વીસ વર્ષ પછી વધારવામાં આવ્યો છે એટલે વધારે લાગે છે,
સમજવા જેવી વાત એ છે કે ધારોકે તમે વીસ દિવસ ભૂખા રહો છો, તમારી મરજીથી, તમને ઉપવાસ નથી છતાં તમે ભૂખા છો, તો શું જયારે તમે જમશો તો વીસ દિવસનું એક સાથે ખાશો કે પછી તમને પચશે, તમારું શરીર ખમી શકે એટલું ખાશો?
અત્યારે દમણ મ્યુનિસિપલ વિસ્તારમાં લોકોની હાલત પણ વીસ દિવસ બીજાની ભૂલથી ભૂખા રહેલ વ્યક્તિ જેવી છે. ડીએમસીએ અસહ્ય વેરો વધાર્યો છે જે લોકોને પચી નથી રહ્યો, આ લોકો બીજાની ભૂલનાં કારણે અપચો સહન કરી રહ્યા છે.
આમાં રાજકીય પક્ષો અને નગરસેવકો લોકોની વ્હારે આવશે કે પછી અમારું કોઈ સાંભરતું નથી, અમારું કંઈ ચાલતું નથી કહીને પોતાનું ઘર ભરવાનું ચાલુ રાખશે?
લોકો ઉલ્ટી કરે એ પહેલા કોઈ લોકોની મદદે આવશે?
No comments:
Post a Comment