દમણ મ્યુનિસિપલ કાઉન્સિલના મુખ્ય અધિકારીએ વેરા વધારા બાબતે ખોટી માહિતી લોકોને આપી હતી કે વેરો વીસ વર્ષ પછી વધારવામાં આવ્યો છે એટલે વધારે લાગે છે.
વાસ્તવિકતા નીચે મુજબ છે:
2002માં 5%
2006માં 5%
2010માં 5%
2014માં 5%
2018માં 20% વેરો વધારવામાં આવ્યો હતો, જો આ માહિતી ખોટી હોય તો હું દમણ મ્યુનિસિપાલિટીના મુખ્ય અધિકારીને આમંત્રણ આપું છું કે નીચે કોમેન્ટ બોક્ષ પર જઈ પોતાની પ્રતિક્રિયા જાહેરમાં લખીને આપી શકે છે.
છેલ્લા વીસ વર્ષોમાં 5 વખત વેરો વધારવામાં આવ્યો હતો પણ નગરસેવકો આ બાબતે ચૂપ છે અને લોકો પણ અજાણ છે એટલે મુખ્ય અધિકારી પર વિશ્વાસ રાખીને એમની વાતને બ્રહ્મસત્ય સમજી બેઠી છે.
રાજકીય પક્ષો અને નેતાઓ ચૂંટણી સમયે જે મતદારોની આજીજી કરતા હોય છે એના એક મત માટે, આજે એજ મતદારને અન્યાય કરવા માટે બધા તૈયાર બેઠા છે.
હવે નગરસેવકો આ વેરા વધારાની બાબતે બહાર આવીને ખુલાસો કરશે કે પછી એમને કઈ પણ નહીં બોલવાનો હુકમ આપવામાં આવ્યો છે?
No comments:
Post a Comment