Friday 19 February 2021

દાનહ અને દદી પ્રદેશ ભાજપને લોકોની નહિ પણ સત્તાની ચિંતા

 





દમણ નગરપાલિકામાં મિલકત વેરામાં અસહ્વય વધારો અને દમણ જીલ્લામાં બિનજરૂરી માર્ગ વિસ્તરણ અને એના માટે જબરજસ્તીથી થતા જમીન સંપાદન વિશેની માહિતી માટે આરટીઆઈ કરી હતી અને પત્ર-વ્યવહાર કર્યો હતો પણ સરકાર તરફથી કોઈ જવાબ નહિ મળતા શ્રી હિરેન જોશી, દમણ શહેર ભાજપ પ્રમુખને મદદ માટે પત્ર લખ્યો હતો, જેની પ્રત આગળના બ્લોગમાં આપ્યો છે.

શ્રી હિરેન જોશી તરફથી કોઈ સંતોષકારક જવાબ નહિ મળતા, શ્રી દીપેશ ટંડેલ, પ્રદેશ પ્રમુખ, દાદરા અને નગર, હવેલી અને દમણ અને દીવ ભાજપને મદદ માટે તારીખ ૦૨/૦૨/૨૦૨૧ના રોજ પત્ર લખ્યો હતો.

શ્રી દીપેશ ટંડેલ, જે ભાજપના પ્રદેશ પ્રમુખ છે તે પોતે પણ એક આરટીઆઈ કાર્યકર્તા છે એટલે એમને ખ્યાલ છે કે માહિતી ન આપવાનું કારણ શું હોય છે અને એટલે જ એમની પાસે મદદ માટે આવ્હાન કરવામાં આવ્યુ હતું, જેના માટે એમને ૭ દિવસનો સમય આપવામાં આવ્યો હતો. જે હિસાબે સરકાર દ્વારા ઉતાવળથી જમીન સંપાદન કરવામાં આવી રહ્યું છે તે જોઇને ૭ દિવસનો સમય આપવામાં આવ્યો હતો.

૭ દિવસ પુરા થવા છતાં શ્રી દીપેશ ટંડેલ તરફથી કોઈ જવાબ નહિ આવતા એમની પાસે મુલાકાત માટે સમય માંગવા માટે ફોન કરતા એમના તરફથી મુલાકાત માટે સમય આપવામાં નહિ આવ્યો હતો અને ટાળવાની કોશિશ કરવામાં આવી હતી.

ફક્ત બે રસ્તા બનાવવાથી વિકાસ થાય છે? વિકાસ ત્યારે દેખાય જયારે સર્વાંગી વિકાસ થાય. રસ્તાઓ બનવા જોઈએ પણ સાથે-સાથે જે જુના રસ્તા છે તેનો રખ-રખાવ પણ થવો જોઈએ. આજે દમણના દરેક રસ્તાની હાલત ખરાબ છે, જેના કામ ચાલુ છે તેના ઠેકેદારો કામ છોડીને જઇ રહ્યા છે, અનેક કામ અધૂરા પડયા છે અને લોકોને પારાવાર તકલીફ પડી રહી છે.

ઔધોગિક વિસ્તારમાં રસ્તા બિસ્માર પડેલા છે જેના લીધે લાખો માનવ કલાકો અને ઇંધણનો બેહિસાબ વ્યય થાય છે, ઔદ્યોગિક એકમો દમણ છોડીને જઇ રહ્યો છે અને દમણમાં લોકોના રોજગાર ઓછા થઇ રહ્યા છે.

બે લાખની વસ્તી અને ૭૨ ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવતા ગામમાં ૪ લેન અને ૬ લેનના અગણિત રસ્તાઓની કેમ જરૂર છે એ વાત લોકો દ્વારા પૂછવા છતાં સરકાર હજુ સુધી ફોડ પાડીને બતાવી નથી શકી.

શ્રી દીપેશ ટંડેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ અને ભાજપના આજ સુધીના વ્યવહાર પરથી એવું લાગી રહ્યું છે કે ભાજપ લોકો માટે નથી પણ લોકો ભાજપ માટે છે, ભાજપને જીતાડવા માટે ફક્ત તેમનો ઉપયોગ થાય છે.

ભાજપનો દાવો છે કે તેમની સવેદનશીલ સરકાર છે પણ આ કેવી સંવેદના છે એજ સમજ નથી પડતી.

No comments:

Post a Comment