Wednesday 1 November 2023

દમણ મ્યુનિસિપલ કાઉન્સિલ

દમણ જીલ્લાના આઉટર ડેવલોપમેન્ટ પ્લાન અને જનરલ ડેવલોપમેન્ટ રુલ્સ બહાર પડ્યા અને એને અનુલક્ષીને દમણ મ્યુનિસિપાલિટીએ પણ પોતાના બાય-લોઝમાં ફેરફાર કરવા માટે લોકો પાસેથી આવેદન મંગાવ્યા હતા, જેમાં મે પણ આવેદન આપ્યું હતું.

જ્યારે આવેદનકર્તાઓની બેઠક બોલાવવામાં આવી ત્યારે ખબર પડી કે દમણ નગરપાલિકા વિસ્તારમાંથી ફક્ત ત્રણ (૩) આવેદનપત્રો આવ્યા હતા, જેમાનું એક મારું હતું પણ કોઈ પણ રાજકીય પક્ષો કે આગેવાનોએ આવેદન આપ્યા ન હતા, કદાચ એમણે એમ હશે કે આપણે તો સરકાર સાથે મળી આપણી પોતાની ખીચડી પકવવાની છે તો આપણે આમાં આવેદન આપશું તો આપણી ખીચડી બગડી જશે.

અમારા ત્રણ જણામાં એક વાત સામાન્ય હતી. જે હતી, એફએસઆઈ બાબત. સામાન્ય રીતે દરેક જગ્યાએ એફએસઆઈ વધારવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે પણ દમણ  નગરપાલિકા એક માત્ર એવી નગરપાલિકા હોય શકે છે જ્યાં એફએસઆઈ વધારવાની જગ્યાએ એફએસઆઈ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ મહાન વિચાર કોના મનમાં ઉદ્દભવ્યો હશે એ વાત વિચારવા લાયક છે.

બીજો મુદ્દો રસ્તા વિષે હતો. આઉટર ડેવલોપમેન્ટ પ્લાન પ્રમાણે કોઇ પણ રસ્તાની પહોળાઈ ઓછામાં ઓછી ૧૨ મીટર થનાર છે. દમણ નગરપાલિકા વિસ્તારમાં ઘણાં રસ્તા એવાં છે જે ૧૨ મીટર કરતા ઘણાં નાના છે પણ જમીની વાસ્તવિકતા એવી છે કે જો ૧૨ મીટરનો રસ્તો બનાવવો હોય તો ઘણી શેરીઓમાં બે રસ્તા બન્યા પછી સેટ-બેક વગેરે છોડતા બાંધકામ લાયક જગ્યા જ નહીં બચશે. આપણામાંથી ધણા મુંબઈ કે અન્ય મોટા દેશ-વિદેશના શહેરોમાં ફર્યા હશે, એમણે ખ્યાલ હશે કે ત્યાં પણ સાંકડી ગલીઓ છે તો આપણી ત્યાં જ લોકોને નુકસાન કરીને રસ્તા પહોળા કરવાની ખૂજલી કેમ થાય છે?

ત્રીજો મુદ્દો જમીનને બિન ખેતીમાં ફેરવવા વિષે હતો. જનરલ ડેવલોપમેન્ટ રુલ્સ અને આઉટર ડેવલોપમેન્ટ પ્લાન હેઠળ હવે દમણમાં ખેતી માટે કોઈ જમીન ફાળવવામાં નથી આવી અને દમણ નગરપાલિકામાં મોટા ભાગની જમીન શહેરીકરણ હેઠળ આવરવામાં આવેલી હોય હવે જમીનને બિન ખેતીમાં ફેરવવાની પ્રક્રિયામાંથી છુટકારો આપવામાં આવે અને સામાન્ય વ્યક્તિને સમય અને નાણાં માંગતી માંથાકુટવાળી પ્રક્રિયામાંથી મુક્તિ આપાવવામાં આવે.

ચોથો મુદ્દો છે આખા દમણ જીલ્લાને દમણ નગરપાલિકામાં સમાવિષ્ટ કરવામાં આવે. દમણ જીલ્લાનો વિસ્તાર ૭૨ વર્ગ કુલો મીટર છે જે કદાચ મોટી નગરપાલિકાના બે-ત્રણ વોર્ડ જેટલી હશે. આટલા વિસ્તાર માટે ગ્રામ પંચાયત, જીલ્લા પંચાયત, નગરપાલિકા કામ કરે છે અને સમાહર્તા તો ખરા જ.

આ બધી સંસ્થાઓ ઘટાડીને ફક્ત નગરપાલિકા રાખવામાં આવે જેવી રીતે આખા ચંદીગઢમાં નગરપાલિકા કાર્ય કરે છે, જેથી કરીને ખર્ચો ઘટાડી શકાય, જેવી રીતે દમણ અને દીવને દાદરા અને નગર, હવેલી સાથે ભેળવીને ઘટાડવામાં આવ્યો હતો.

મારા આ પ્રસ્તાવ બાબતમાં આપની કોઈ પ્રતિક્રિયા હોય તો જણાવશો.

દમણ મ્યુનિસિપલિટિમાં આપેલ આવેદન.























No comments:

Post a Comment